સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ જાણીતા 'શુભમ કે માર્ટ'માં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ધરમણભાઈ હેરભા નામના કર્મચારીએ સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી કુલ 3,51,099 ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્ટોર મેનેજર વિવેક રાજારામ માનાપુરે દ્વારા સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બેંકમાં નાણાં જમા ન કરાવી અંગત ઉપયોગ માટે રાખી લીધાચોરીની આ ઘટનાની સીસીટીવી.