આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર આજે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા. બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જ જોખમી રીતે મુકેલું રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી,