ફરી એકવાર તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ મારામારી ના દ્રશ્યો સર્જાયા હતા.એક શખ્સ બીજા શખ્સને લાતો અને મુક્કા મારતો કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના બની ત્યારે એક મહિલા નહીં મારવા આજીજી કરતી નજરે ચડી હતી.સેંકડો લોકોની અવરજવર વચ્ચે જાહેરમાં મારામારી થતા જાણે તાલુકા પોલીસનો કોઈ જાતનો ડર ન હોય તેવો ઘાટ સર્જાયો હતો.પોલીસ સ્ટેશનની સામે બબાલ છતાં તાલુકા પોલીસ અજાણ રહી ગઈ હતી.