સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત 54મા વાર્ષિક આંતર કોલેજીય ખેલકુદ મહોત્સવમાં એસ.એસ.પી. જૈન કોલેજ, ધ્રાંગધ્રાના ખેલાડી ભાઈઓ અને બહેનોએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા રમતગમત ક્ષેત્રે કોલેજની ઓળખ વધુ મજબૂત કરી કુલ 15 મેડલ જીત્યા, જે તેમની સતત મહેનત અને આત્મવિશ્વાસનો પરિચય આપે છે. ઉપરાંત, જનરલ ચેમ્પિયનશિપમાં ભાઈઓની ટીમે 34 પોઈન્ટ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.