આજે તારીખ 20/12/2025 શનિવારના રોજ બપોરે 1.30 કલાક સુધીમાં ૧૩૪–દેવગઢ બારીઆ વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા SIR અંતર્ગત મતદારયાદી મુસદ્દા પ્રસિદ્ધિ અંગે રાજકીય પક્ષોની બેઠક યોજાઈ.બેઠક દરમિયાન મતદારયાદી પ્રસિદ્ધિની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે હક્ક-દાવા અને વાંધા અરજીઓ કેવી રીતે રજૂ કરવી, તેની સમયમર્યાદા તથા પ્રક્રિયા વિશે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.