મેંદરડા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે એક સરખા નંબર પ્લેટ વાળી બે લક્ઝરી બસ પકડી પાડી અને લક્ઝરી બસના માલીક વિરુધ્ધ જૂનાગઢ કાઈમ બ્રાંચ દ્વારા ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જુનાગઢ પોલીસને ચોક્કસ બાતમી રાહે હકિકત મળેલ કે, મેંદરડાથી સાસણ તરફ જતા રોડ ઉપર મેંદરડાથી બહાર નિકળતા એક લકજરી બસનુ ગેરેજ આવેલ છે. જે ગેરેજમાં થી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની બસોમાં બે બસો એક સરખા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વાળી બસો છે.