હાલોલ: હાલોલ ખાતેથી નવીન બસોને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું
હાલોલ ખાતે ભગવાન બીરસા મુંડાની 150 મી જન્મ જયંતિ જન જાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત તા.20 નવેમ્બર ગુરુવારના રોજ હાલોલ બસ સ્ટેન્ડ ખાતેથી એસટી નિગમની હાલોલ રવાલીયા,હાલોલ ગંભીરપુરા,હાલોલ ખરેટી,હાલોલ વેજલપુર હરકુંડી ઘોંઘબા ગોધરા બસ સેવાને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ હાલોલ ખાતેથી તાલુકાના આ વિવિધ ગામોમા આવવા-જવા માટે મુસાફરો તેમજ છેવાડાથી આવતા વિધાર્થીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહે.