ખંભાત તાલુકાના ભાટ તલાવડી ગામે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરવા માટે ગયેલા નગરાના એક ખેડૂતને 6 શખ્સોએ અપમાનિત કરીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપીહત.આ અંગે ખંભાત રૂરલ પોલીસેફરિયાદીની ફરિયાદને આધારે ભાટ તલાવડીના સલાટવાડામાં રહેતા રતિલાલ બીજલભાઈ સલાટ, અનીલભાઈ ગગજીભાઈ સલાટ, ઈશ્વરભાઈ ગગજીભાઈ સલાટ, ગેલાભાઈ રમણભાઈ સલાટ, અર્જુન અમૃતભાઈ સલાટ, અમૃત જેકાભાઈ સલાટ,વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.