ગોધરા: ગોધરા તાલુકાના કોટડા ગામે એકજ રાતમાં બે બાઈક ચોરી: 50 હજારની બાઈક લઈને તસ્કરો ફરાર
ગોધરા તાલુકાના કોટડા ગામે એક જ રાતમાં બે બાઈક ચોરી થવાની ઘટના બની. વિજયભાઈ પટેલ પોતાની બાઈક સાસરીએ આંગણામાં લોક મારી પાર્ક કરી હતી, તેમજ શૈલેષભાઈની બાઈક પણ બાજુમાં રાખેલી હતી. વહેલી સવારે બંને બાઈક ગાયબ મળી આવી. આસપાસ શોધખોળ છતાં કોઈ પત્તો ન મળતાં 29 માર્ચે ઇ-એફઆઈઆર નોંધાઈ. બંને બાઈકની અંદાજિત કિંમત રૂ. 50,000 ગણાય છે. અજાણ્યા ચોરો માલમત્તા લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે.