ખેડબ્રહ્મા: શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે અને રાત્રે 15 થી 17 ડિગ્રી તાપમાન નોંધાયું
ખેડબ્રહ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે 7 વાગે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં કડકડથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે શહેરમાં રાત્રિના સમયે અને વહેલી સવારે તાપમાન 15 થી 17 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જેને લઈને પંથક વાસીઓ શીત લેહરનો અનુભવ કરી રહ્યા છે.