શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને વરાછા માતાવાડી ચોકસી બજારમાં હીરા એક્સપોર્ટની ઓફિસ ધરાવતા વેપારીને બિલ્ડર સહીત બે ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. જેમાં વેપારીના પરિચિત યુવકે બિલ્ડરને રૂપિયા ૩૦.૨૧ લાખના નેચરલ ફેન્સી હીરા અપાવી ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો પરંતુ બાદમાં એક પણ રૂપિયો નહીં ચૂકવી માત્ર સમય પસાર કરી હાથ ઊંચા કરી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર હીરાના વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.