બેગમપરા નાનકવાડી વિસ્તારમાં આવેલ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ માનદરવાજા અને નવસારી બજાર ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગણતરીના સમયમાંજ આગ પર કાબુ મેળવી લીધો હતો. મકાનમાં પરિવારનો એક જ સભ્ય હાજર હતો, જેમાં આગની શરૂઆત થતાની સાથે જ તેણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી બે ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. મકાનમાં રાખેલું ફર્નિચર, ઘરવખરી સહિતના સામાન આગની લપેટમાં આવી ચૂક્યો હતા.