ગુરુવારે સાંજે ચાર વાગ્યાના સમય દરમિયાન કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની હતી. જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ માં મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે અંગેની જાણકારી મળતા સુરત ફાયર વિભાગ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ વધુ વિકરાળ હોવાના કારણે અન્ય ફાયર સ્ટેશનની પણ મદદ લેવામાં આવી હતી. મંડપ ગોડાઉનમાં રહેલા કાપડ, ડેકોરેશન નો સામાન અને લાકડાના કારણે આગ વધુ પ્રસરી હતી.ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.