આજે ૮૯ માંગરોળ વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવેલા બરુલા–આછિદ્રા રોડના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કારગટીયા ના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય રાજ્ય સરકારની યોજનાના અંતર્ગત મંજૂર થયેલ રોડનું રિસર્ફેસિંગ કાર્ય પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો તેમજ વાહનચાલકોને સુગમ અને સલામત પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. આ અવસરે ગ્રામજનો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.