વલસાડ: પાલિકાને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ: પાયાની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો 'વલસાડ બંધ'ની ચીમકી ગિરીશ દેસાઈએ વિગત આપી
Valsad, Valsad | Nov 17, 2025 સોમવારના 2 વાગ્યાની આસપાસ આપેલી વિગત મુજબ વલસાડ શહેરના નાગરિકોએ નગરપાલિકા સામે વહીવટી અને નાગરિક સુવિધાઓ સંબંધીત અને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.નાગરિકોએ આ મુદ્દાઓને ત્રણ મહિનામાં નિકાલ કરવાની માંગ કરી છે.જો આ મુદ્દાઓનો નિકાલ ન કરવામાં આવશે, તો વલસાડ બંધ અને જનજાગૃતિ નવનિર્માણ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.જે બાબતે ગિરીશ દેસાઈએ વિગત આપી.