વલસાડ: નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગટર લાઈનની અધૂરી કામગીરી બાબતે યુથ કોંગ્રેસના મીત દેસાઈનો વધુ એક વિડીયો વાયરલ
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 12:00 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડ અટક પારડી ખાતે ગટર લાઈનની કામગીરી બાબતે પોલ ખુલ્લી પડ્યા.બાદ યુથ કોંગ્રેસના મીત દેસાઈનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં નેશનલ હાઇવે નંબર 48 પાસે ચાલી રહેલી રસ્તાની કામગીરી અધુરી છોડવામાં આવી હોય અને કોઈ કામગીરી કરવામાં આવી ન રહી હોય તે બાબતે સ્થળ તપાસ કરી તેઓએ અધિકારી અને કોન્ટ્રાક્ટરો પ્રજાના પૈસા વેળફતા હોય તેવા આકરા પ્રહાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.