મહેસાણા વિધાનસભાના સ્ટેશન ગ્રામ પંચાયત વિસ્તાર માટે એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. વિવિધ સરકારી યોજનાઓ હેઠળ થનારા રૂપિયા ૧ કરોડથી પણ વધુના ખર્ચે આયોજિત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આંબલીયાસણ સ્ટેશન ખાતે આવેલ રામજી મંદિર પાસે કરવામાં આવ્યું હતું.