ભાવનગર મંડળના સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર તા. ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ચાલતી બોટાદ–ભાવનગર પેસેન્જર ટ્રેનમાંથી ઉતરતી વખતે પડી રહેલી યુવતીને પોઈન્ટ્સમેન રાજકુમારે સમયસર દોડી જઈ બચાવી લીધી. યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાવાની કાગાર પર હતી, પરંતુ પોઈન્ટ્સમેનની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળી ગયો. સમગ્ર ઘટના સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ છે. રેલવે તંત્ર દ્વારા આ સાહસિક કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે