ધ્રાંગધ્રા: સિટી પોલીસ દ્વારા અજાણી લાશ અંગે AI ની મદદત થી ઓળખ માટે ફોટો સ્કેચ કરી જાહેર કરાયો
ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી પુરુષ લાશ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા હરીપર રોડ ઉપર આવેલ સરકારી ગોડાઉન પાછળ ડી.સી.ડબ્લ્યુ. કંપનીના પાણીના ખાડા પાસે અજાણી હાલતમાં પુરુષની લાશ મળી આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર, તારીખ ૧૫/૦૧/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં આ લાશ નજરે પડી હતી. મૃતક પુરુષની ઉંમર અંદાજે ૩૦ થી ૩૫ વર્ષની હોવાનું માનવામાં આવે છે