ચોટીલા જિલ્લા ના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને થાનગઢના મામલતદારની ટીમે આજે વહેલી સવારથી જ જામવાળી ગામની સીમમાં દરોડા પાડી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.આ ઓપરેશનમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ મેદાનમાં ઉતરી હતી. સૂર્યોદય પહેલાં જ ટીમે જામવાળી ગામની સીમમાં પહોંચી ગેરકાયદેસર કોલસાના કૂવાઓને તોડી પાડવાની અને લોડર મશીનો વડે બુરાણ કરવાની