આજે બપોરે ગોરવા વિસ્તારમાં પાલિકાની દબાણશાખાની ટીમ ત્રાટકી હતી. આ ટીમ ધ્વારા મધુનગર ખાતે થી કાચાપાકા દબાણો દૂર કરાયા હતા.આજરોજ ટીપી 55 વિસ્તારમાં આવતા રોડ પર નળતરરૂપ દબાણો નો સફાયો બોલાવવામાં આવ્યો હતો.પોલીસ અને MGVCL ની ટીમને સાથે રાખી કામગીરી હાથધરાઈ હતી.કેનાલથી માંડી મધુનગર સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.