જુનાગઢમાં આગામી લઘુકુંભ મહાશિવરાત્રી મેળા 2026 ના આયોજનને લઈ ઉતારા મંડળના પ્રમુખે આપી માહિતી આપી છે.ભાવેશ વેકરિયાએ માહિતી આપી જણાવ્યું કે લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા 2026 ની શુભ શરૂઆત મહાવદ નોમ બુધવાર તારીખ 11 2 2026 ના રોજ સવારે 8:00 કલાકે ઉતારા મંડળ ભવનાથ દ્વારા પૌરાણિક સુદર્શન તળાવના પવિત્ર જળથી સૂર્ય અંજલી આપી ત્યારબાદ ભવનાથ મંદિરમાં મહાદેવને જલાભિષેક અને પૂજા બાદ ભવનાથ મંદિરમાં ધજારોહણ કરી કરાશે...તેવું જણાવી વધુમાં માહિતી આપી હતી.