પોશીના: તાલુકાના આંજણી રોડ પર બે જીપ વચ્ચે અકસ્માત: એકનું મોત,15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ચંદ્રાણા ગામ નજીક શનિવારે બપોરે 3 વાગ્યા ની આસપાસ બે કમાન્ડર જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 15 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ઈજાગ્રસ્તો ને પ્રાથમિક સારવાર માટે પોશીના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો વધુ સારવાર માટે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. આ સમગ્ર મામલે પોશીના પોલીસે વધુ તપાસ હાથ ધરી.