ખેરાલુ: ડભાડ BSNL ઓફિસથી 1,54,729/-ની કિંમતની 24 બેટરી ચોરાતા ફરિયાદ નોંધાય
ગત તા 23-8-25થી 17-11-25 દરમ્યાન ઓફિસમાં કોઈ સ્ટાફ હાજર ન હતા અને ટાવરની કામગીરી હોય ત્યારે જ વિઝિટ કરવામાં આવતી હોય છે એ તકનો લાભ ઉઠાવી કોઇ અજાણ્યા ઈસમો ઓફિસમાં રહેલી 24 બેટરી ચોરીને પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જુનિયર ટેલિકોમ ઓફિસર હિતેશભાઈ દેસાઈએ ખેરાલુ પોલીસમાં ઓફિસમાં રહેલી 24 બેટરી જેની કિંમત 1,54,729/- ચોરી થયાની ફરિયાદ આપતા ખેરાલુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.