વાંસદા: પોલીસે વીજતાર ચોરીનો ગુનો ઉકેલી મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડવાને લઇ IG પ્રેમ વીર સિંહ દ્વારા pc નરસિંહાનું સન્માન
નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીનાર ગામે થયેલી D.G.V.C.L. વીજતાર ચોરીની ફરિયાદને વાંસદા પોલીસે ઝડપી ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. માનવ ગુપ્તચર માહિતીના આધારે ચોક્કસ બાતમી મળતા સ્ટાફે કાર્યક્ષમ તપાસ કરીને આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉત્તમ કામગીરી બદલ રેન્જ IG પ્રેમ વીર સિંહ (IPS) એ 01/12/2025ના રોજ નવસારી એરુ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોન્સ્ટેબલ નરસિંહાને સન્માન કરાયું