અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાશી ગયો હતો.આ અકસ્માતમાં ફોર વ્હિલ ગાડીને નુકશાન થયું હતું. ઘટના સંદર્ભે ફોર વ્હિલ ગાડીના માલિક સિધ્ધાર્થભાઇ ભરતભાઇ જોષીએ અકસ્માત કરી સ્થળ ઉપરથી નાશી ગયેલ ટ્રક ચાલક વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.