એસ.ટી. કર્મચારીની ઈમાનદારી: બસમાં ભૂલાયેલો રૂ.50 હજારથી વધુનો મોબાઇલ માલિકને સોંપ્યો માંગરોળ એસ.ટી ડેપો ના કન્ડક્ટર ની પ્રમાણિકતા.. આજ રોજ માંગરોળ ભાવનગર રૂટ માં ફરજ બજાવતા કન્ડક્ટર રોહિતભાઈ રાઠોડ પોતાની ફરજ દરમિયાન એક મુસાફર પોતાનો કિંમતી આઇફોન (અંદાજીત રૂ. 50000 થી વધુ) મોબાઇલ બસ માં ભૂલી ગયેલ રોહિતભાઈ દ્વારા મૂળ માલિક ની શોધ કરી સોમનાથ કંટ્રોલ પોઇન્ટ ખાતે ટી.સી માં ફરજ બજાવતા ઇકબાલભાઈ ની હાજરી માં મૂળ માલિક ને પરત કરેલ છે...