જામનગર શહેર: પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જનતા માટે છેલ્લા ૩ મહિના કરતા વધુ સમયથી વોકીંગ-રનીંગ બંધ
જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે અગાઉ આજુબાજુના વિસ્તારના લોકો વોકીંગ માટે જતા હતા અને નજીકના વિસ્તારોના લોકો માટે ખાસ કરીને શિયાળાની સીઝનમાં વોકીંગ સહિતની કસરતી પ્રવૃતી માટે હેડ કવાર્ટરનું મેદાન સાનુકુળ રહેતુ હતું, દરમ્યાનમાં આશરે ૩-૪ મહીનાથી અહીં હેડ કવાર્ટર ખાતે આજુબાજુના લોકો માટે વોકીંગ અને રનીંગની પ્રવૃતી માટે આવવાની મનાઇ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ૩-૪ મહીનાથી બહારના લોકો માટે બંધ હોવાનું જાણમાં આવ્યુ છે.