રાજકોટના શાપર-વેરાવળમાં રહેતા યુપીનો યુવાન ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો જેનો ખાર રાખી યુવકના બનેવી ઉપર પાંચ શખ્સોએ પાઈપ અને સળીયા વડે હુમલો કરી પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં રહેતાં દિપક કુલદીપભાઈ ચમાર નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ગોલ્ડન ગ્રીન કંપનીના રૂમમાં હતો