બપોરે 3 કલાકની માહિતી મુજબ વઘાર ગામનો બાઈક ચાલક શ્વાન આડું આવતા રાતના સમયે સ્લીપ થઈ ગયો હતો જેને પ્રથમ ખેરાલુ સારવાર માટે લઈ જવાતા વડનગર રિફર કરાયો હતો. વડનગર સિવિલમાં લવાતા સારવાર માટે ઈમરજન્સી વિભાગમાં ડૉક્ટર્સ હાજર ન હોવાના આરોપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ ડોક્ટર આવતા સારવાર શરૂં કરાયાની જાણકારી સામે આવી રહી છે.