સુરતમાંથી આ સમયના મોટા બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના રામપુરા વિસ્તારમાં આગની એક ગંભીર ઘટના નોંધાઈ છે. વિનસ હોસ્પિટલની સામે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, વિનસ હોસ્પિટલ સામે રસ્તા કિનારે પાર્ક કરેલી કારમાં અચાનક ધુમાડા સાથે આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ ઊભેલા લોકો તાત્કાલિક દૂર ખસી ગયા હતા.