માંગરોળ તાલુકાના નાની નરોલી ના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી ફરજ પરના મામલતદારને રજૂઆતો કરી હતી તેઓના ગામના ત્રણ વ્યક્તિઓના નામે બોગસ વ્યક્તિઓએ ફ્રોમ નંબર સાત ભરી ગામના 1100 જેટલા મતદારોના નામ રદ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી બોગસ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી