ફુલસર વિસ્તારમાં બંધ રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા 1.97 લાખની મત્તા ઉઠાવી ગયા
Bhavnagar City, Bhavnagar | Jan 18, 2026
ભાવનગર શહેરના ઉપવન દર્શન સોસાયટી ખાતે આવેલા બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા હતા. ફુલસર વિસ્તારમાં રહેતો પરિવાર સુરત ખરીદી માટે ગયો હતો. તે દરમિયાન બંધ મકાનમાં અજાણ્યા તસ્કર પ્રવેશી સોના ચાંદીના ઘરેણાં અને મોબાઈલ સહીત રૂપિયા 1.97 લાખની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે બોરતળાવ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.