પર્યાવરણના જતન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત રાપર શહેર બનાવવાના હેતુથી રાપર નગરપાલિકા દ્વારા ગતરોજ સાંજે 6 ના અરસામાં આખા શહેરમાં 'સરપ્રાઈઝ ચેકિંગ' હાથ ધરવામાં આવ્યું હતું.આ ઓચિંતી કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકાની ટીમે શહેરની વિવિધ દુકાનો અને વ્યાપારી એકમોમાં તપાસ કરીને આશરે 55 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો.