ગાંધીનગર: સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રીજગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.