જાંબુઘોડા: જાંબુઘોડાના બુથ નંબર 236 ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો
સમગ્ર દેશભરમાં મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યા છે ત્યારે તા.22 નવેમ્બર શનિવારના રોજ જાંબુઘોડાના બુથ નંબર 236 ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં SIR અભિયાન અંતર્ગત ચાલી રહેલ કામગીરીનું પણ જિલ્લા પ્રમુખ દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરી બીએલો ને જરૂરી સૂચનો કરી આ અભિયાન અંતર્ગત તેઓને પોતાનું ફોર્મ પણ ભર્યું હતુ જેની માહિતી તા.22 નવેમ્બર શનિવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી