પાલીતાણા ટાઉન પોલીસની ટીમ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બેગ્લોર ભવન સામે તળેટી રોડ પરથી લોકોનો જીવ જોખમાય તે રીતે નશાની હાલતમાં રિક્ષા ચલાવતા જયદિપભાઈ ઉદેસિંગ બારૈયા ને ઝડપી લઈ રિક્ષા સહિત કુલ ₹50,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે MV એક્ટની કલમ અને પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.