ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્ષમાં આગની ઘટના બની, સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં કચરો અને વાહનોમાં અચાનક આગ લાગતા સમગ્ર કોમ્પલેક્ષમાં પ્રસરી હતી, ખાનગી હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ અને પેથોલોજી લેબોરેટરીમાં સહીતમાં ભીષણ આગ લાગી, લાગતાં સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું, જોકે ઘટનાને પગલે ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના મામલે ફાયર ઓફિસરએ પ્રતિક્રિયા આપી.