છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. બોડેલી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને છોટાઉદેપુરને જોડતો રસ્તો નેશનલ હાઈવે 56 વિભાગની માલિકીનો છે. બોડેલીના મોડાસર ચોકડી પાસે થોડાક જ વરસાદમાં રોડ ઉપર ઘૂંટણ પાણી ભરાયા છે. ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. બાઇક ચાલકોને ખાડામાં પાણી ભરાયેલ હોવાથી બાઇક બંધ પણ થઈ જતી હતી. મોડાસર ચોકડી થી બોડેલી તરફ ના રસ્તા ઉપર એક કિલોમીટર વિસ્તાર માં પાણી ભરાવાની સમસ્યા છે.