અમદાવાદ શહેર: વટવામાં પ્રેમીના ત્રાસથી કંટાળી લિવ ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, પોલીસે આરોપીની કરી ધરપકડ
પરિવાર વિરૂદ્ધ જઈને યુવકના પ્રેમમાં પાગલ યુવતીને અંતે પોતાનું જીવન ટૂંકાવ્યુ. બે વર્ષ સુધી યુવક સાથે રહ્યા બાદ યુવતીને જાણ થઈ કે તે પરિણીત હતો. પરિવારજનોએ યુવતીને પરત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે યુવકના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવતીએ પોતાના ભાડાના મકાનમાં પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી.