હાલોલ: હાલોલમાં સગર્ભા મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ, પરિવારજનોએ ડોક્ટર સામે ગુનો દાખલ થાય તેવી માંગ કરી
હાલોલમાં ફરી એકવાર ડોક્ટરની નિષ્કાળજીનો ગંભીર મામલો સામે આવ્યો છે.અંકુર હોસ્પિટલમાં સગર્ભા મહિલાનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. સાથે જ,ડોક્ટર સામે હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠાવી છે તેમજ પોલીસે ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.