વેરાવળમાં જિલ્લાભરના માછીમાર સમુદાયના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ..
Veraval City, Gir Somnath | Jul 21, 2025
વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલના જણાવ્યા મુજબ, આ મુદ્દો જિલ્લાના 11,000થી વધુ નાના હોડીધારકોની રોજગારી સાથે જોડાયેલો છે. માછીમારી સિઝનના શરૂઆતના 15-20 દિવસમાં મળતી પાપલેટ નામની કિંમતી માછલી નાના હોડીધારકો માટે આખા વર્ષની આજીવિકાનો આધાર બને છે.છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારના પરિપત્રને કારણે ગુજરાતના નાના હોડીધારકો માછીમારી કરી શકતા નથી. આ મુદ્દે સાંસદ અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે