દેવગઢબારીયા: ખેલો ઇન્ડિયામાં દેવગઢ બારીયાની શ્રીજી સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું
આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર વડોદરા શહેરમાં યોજાયેલા પેન્યાક સિલાટ ખેલો ઇન્ડિયા માં દેવગઢ બારીયાની શ્રીજી સ્કૂલની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું.દેવગઢ બારીયાની વિદ્યાર્થીની અરબ ઝોયા મહેમૂદએ અવિસ્મરણીય રમતનું પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તે ઉપરાંત બીજી વિદ્યાર્થીની શેખ ઝેબા ઝુબેરએ પણ ઉત્કૃષ્ટ રમત રજૂ કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું.