કામરેજ સુગર મિલની 35મી વારિ્ષક સાધારણ સભા આજે કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે યોજાઈ હતી. સભાસદોએ એક સમયે ખાડે ગયેલી મિલને ફરી પગભર કરનાર વર્તમાન વહીવટને બિરદાવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખ અશ્વિન પટેલે ખેડૂતોના હિત માટે કડવા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચેરમેન અશ્વિન પટેલ અને તમામ ડિરેક્ટરોની હાજરીમાં આયોજિત આ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉમટી પડ્યા હતા.