વડોદરા: વારસિયાના મેદાનની દૈનિય હાલત,આમ આદમી પાર્ટીની જિલ્લા કલેક્ટરને રજૂઆત
વડોદરા : શહેરના વારસિયા ખાતે બાળકોને રમવા માટેના મેદાનમા કોર્પોરેશન દ્વારા કચરો અને જૂના પેવર બ્લોક ઠાલવવામાં આવ્યા છેમ જેના કારણે વિસ્તારના રહેતા બાળકો અને મોટેરાઓ માટે રમવાનું બંધ થઈ ગયું છે.ત્યારે,મેદાન ફરીથી કાર્યરત થાય અને ક્રિકેટ ખેલાડીઓ ફરીથી ત્યાં ક્રિકેટ રમી શકે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના અનુપ ચતુર્વેદીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી.