વડોદરા : પાદરા તાલુકામાં સરકારી અનાજના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોલીસે સરકારી અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમાં ઘઉં, ચોખા અને ચણા સહિત કુલ 185 કટ્ટા સરકારી અનાજ ઝડપી લીધા હતા.આ મુદ્દે હકની વાત સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠન દ્વારા અનાજ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓનો વરઘોડો કાઢવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.