આજે તારીખ 20/12/2025 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકાની સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તાલુકાના વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં માર્ગ, પાણી પુરવઠો, વીજળી, આરોગ્ય, શિક્ષણ સહિતના મુદ્દાઓ સાથે જનસામાન્યને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં સૂચનો આપવામાં આવ્યા હતા.