વડોદરા : રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે, શહેરના ખોડીયાર નગર પંચમ એલાઇટ પાસે એક બેકાબુ બનેલી ગાયે અચાનક હિંસક હુમલો કરતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.સ્થાનિક લોકોએ મહામુસીબતે ગાયના સિકંજામાંથી બે વ્યક્તિઓને બચાવી સારવાર અર્થે ખસેડયા હતા.એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજા વ્યક્તિનો બચાવ થયો હતો.આ ઘટનાને લઈને વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને રખડતા ઢોરોના ત્રાસને દૂર કરવા માંગ કરી હતી.