મુળી તાલુકાના દિગસર ગામે પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કોઈ નોટીસ કે માહિતી વગર ૮૦૦ કે.વી. વિજ લાઈનની કામગીરી શરૂ કરાતા ખેડૂતોે વિરોધ કર્યો. ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં વળતર અને સર્વે નંબર અંગેના સવાલોના જવાબ આપ્યા વગર કંપનીના અધિકારીઓ બેઠક છોડીને ચાલ્યા જતા હોબાળો મચ્યો. ખેડૂતોે દાદાગીરી અને નિયમોના ભંગનો આક્ષેપ કર્યો છે.