પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા માત્ર ૧૩ દિવસમાં જ અચાનક બંધ કરી દેવાતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે રાપર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી પોર્ટલ ફરી શરૂ કરવા માંગ કરી છે.